આજકાલ લોકોને અવનવી વાનગીઓ અને
તેના સ્વાદમાં ટ્વીસ્ટ કરેલી વાનગીઓ ખૂબ પસંદ હોય છે. તો વાત કરીએ કચોરીની
તમે અત્યાર સુધી મસાલેદાર ટેસ્ટી કચોરી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે
ક્યારેય શાહી માવા કચોરી ટ્રાય કરી છે. જે ખાવામાં ટેસ્ટી હોય છે અને
બનાવવામાં પણ સહેલી હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય શાહી માવા
કચોરી..
સામગ્રી1 કપ – મેંદો
2 મોટી ચમચી – ઘી
2 મોટી ચમચી – પીસેલા કાજુ, બદામ
1/2 કપ – માવો
2 -પીસેલી ઇલાયચી
1 કપ – ખાંડ
1 કપ – ઘી
1 મોટી ચમચી – કાજુ બદામ
1 ચમચી – પિસ્તા
1-2 નંગ – ઇલાયચી
સૌ પ્રથમ એક પેનમાં અડદો કપ પાણી અને 1 કપ ખાંડ ઉમેરીને મધ્યમ આંચ પર ચાસણી બનાવીને રાખો. તેમા ઇલાયચી ઉમેરી દો. તે બાદ મેંદો , ઘી અને પાણીથી મીડીયમ લોટ બાંધી દો. લોટ વધારે નરમ ન કરવો. લોટને 20 મિનિટ કપડાથી ઢાંકીને મૂકી દો. હવે મધ્યમ આંચ પર એક પેન રાખો અને તેમાં માવો ઉમેરી આછા બ્રાઉન રંગનો શેકી લો. હવે તેમા પીસેલા કાજુ અને બદામ ઉમેરો. તે ઠંડુ થાય એટલે તેમા ખાંડ અને અડધી ઇલાયચી પાઉડર ઉમેરી દો. હવે લોટના લૂંઆ બનાવી લો. હવે તેને પૂરીની જેમ વણીને તેમાં અડધી ચમચી માવાનું તૈયાર મિશ્રણ ભરી તેને ચારેય બાજુથી બંધ કરી દો. હવે કચોરીને હાથથી દબાવી દો. હવે પેન પર એક કઢાઇમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા કચોરી તરી લો. કચોરી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને બહાર નીકાળી લો. હવે કચોરીને તૈયાર ચાસણીમાં ડિપ કરી તેને પ્લેટમાં નીકાળી લો. તેની પર હવે કાજૂ, પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરો..તૈયાર છે શાહી માવા કચોરી..