જાણીએ ગરીબોનું કસ્તુરીનો ઈતિહાસ અને ફાયદાઓ

March 31, 2018


રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ગરીબોનું કસ્તુરી એટલે ડુંગળી આયુર્વેદની દ્રષ્ટિએ ડુંગળી એટલેકે કાંદા અલગ જ સ્થાન ધરાવે છે. ડુંગળીના કારણે રસોઈમાં અલગ જ સ્વાદ અને સુગંધનો ઉમેરો કરે છે. 2 પ્રકારની ડુંગળી આવે છે. જેમાં ગુલાબી અને સફેદ ડુંગળી દેખાઈ છે એના કરતા પણ વધારે સ્વાદિષ્ટ હોય છે.
હાલમાં ડુંગળી અનેક દેશોની રસોઈમાં સ્થાન પામી ચુકી છે. ડુંગળીના ઇતિહાસની વાત કરવામાં આવે તો ડુંગળીની શરુઆત ઈજીપ્તમાં માં થઇ હોવાનું માનવમાં આવે છે. ડુંગળીને ખાવાના ઉપયોગની સાથોસાથ રાજા-મહારાજા દ્વારા દેશની મુદ્રામાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો. તો ઈજીપ્તમાં રાજા દ્વારા તેના નોકર-ચાકરને પણ ડુંગળી ભેટમાં આપવામાં અઆવતી હતી. આ રીતે ઉપયોગમાં રહેવાના કારણે તેણે એશિયા અને યૂરોપના દેશોમાં પ્રવેશ કર્યા બાદ સમગ્ર દુનિયામાં ડુંગળી ઉપલબ્ધ બની. આજે ચીન, ભારત, યુએસ. રશિયા અને સ્પેન ડુંગળીના સૌથી મોટા ઉત્પાદકના રૂપમાં આગળ આવ્યા છે.
ડુંગળીમાં જરૂરી વિટામીન એ સલ્ફર ભરપુર માત્રામાં હોય છે. વિટામીન B,વિટામીન C, ઝિંક, પોટેશિયમ, તાંબુ, આયર્ન તેમજ તેમાં સલ્ફરના યૌગિક, ફ્લેવોનોઈડ્સ ભરપુર માત્રામાં હોય છે. આમ ડુંગળી શરીર માટે ઘણા લાભ અપનારા પોશક તત્ત્વો ધરાવે છે.
ડુંગળીમાં ક્રોમિયમ તત્ત્વ હોય છે, જે શરીરમાં રહેલ સાકરના સ્તરને ઓછુ કરે છે તેથી રક્તચાપ એટલે કે બલ્ડપ્રેશરને નિયંત્રિત કરે છે. ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઇ બ્લડ પ્રેશરની તકલીફમાં કાંદા ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં ફાયદા છે.
કોલેસ્ટ્રેલ ઓછું કરવામાં મદદ કરે છે.
ચેપ લાગવાની શક્યતામાં ઘટાડો કરે છે.
કેન્સરથી બચાવે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
અલ્સરથી પણ બચાવે છે.
પાચન શક્તિમાં પણ સુધારો લાવે છે.
આંખોમાં તાજગી આપે છે.
ચામડીને ચમકીલી બનાવે છે.
માસિક ધર્મમાં થતી તકલીફોમાં ઘટાડો કરે છે.
સ્મરણશક્તિ વધારે છે.
કાચી ડુંગળી ખાવવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.
હરસ-મસાની સમસ્યા હોય તો રોજ એક સફેદ કાચી ડુંગળી ખાવાથી રાહત રહે છે.
Sourcehttp://www.gstv.in/history-and-benifit-of-onion/

You Might Also Like

0 comments

Popular Posts

Like us on Facebook

Flickr Images