શુદ્ધ ઘી ઘરે સહેલાઇથી બનાવવા અજમાવો આ Tips
February 24, 2018
આપણે સૌ બજારમાંથી ઘી ખરીદીએ છીએ.
પરંતુ કેટલીક વાર તેમા મિલાવટ હોવાની શંકા રહે છે. તેમજ કેટલીક મિલાવટ વાળા
ઘીથી સ્વાસ્થ્યને પણ નુક્શાન થઇ શકે છે. તો એવામાં તમે ઘરે પણ શુદ્ધ દેશી
ઘી બનાવી શકો છો. જેથી ભેળસેળ વાળા ઘીની જગ્યાએ તમે શુદ્ધ ઘી બનાવી શકો છો.
તો આવો જોઇએ કેવી રીતે શુદ્ધ ઘી બનાવાય તેની સાથે જ ઘરે બનાવવામાં આવેલા
ઘીનો સ્વાદ પણ ખાસ હોય છે.
બનાવવાની રીત• તમે દરરોજ દૂધ ખરીદતા હશો. જેથી દૂધ ગરમ કરવાથી તેમા થતી મલાઇને એકઠી કરતાં રહો.
• મલાઇને કોઇ ઢાંકણા વાળા વાસણમાં જ એકઠી કરજો.
• દૂધ ઉકાળ્યા બાદ રોજ વાસણની આજુબાજુ તેમજ તેમા જામેલી મલાઇ એકઠી કરો.
• આ વાસણને ફ્રીજમાં જ રાખજો તેને બહાર ન રાખવું.
• જ્યારે એક સરખા પ્રમાણમાં મલાઇ જમા થઇ જાય તો તે વાસણને બહાર નીકાળી લો.
• હવે ધીમી આંચ પર મલાઇને એક કઢાઇમાં ગરમ કરવા મૂકો.
• થોડીક વાર બાદ ઘી મલાઇથી અલગ થવા લાગશે.
• હવે તેને ઠંડું થવા દો અને ઠંડુ થાય તે બાદ તેને બરાબર ગાળી લો.
• હોમ મેડ ધી તૈયાર છે. જે તમારા સ્વાસ્થય માટે પણ ખૂબ સારું છે.
Source
0 comments