જાણો, કાળી ચાના ફાયદા

March 20, 2018


ભારતભરમાં ચાના રસિકો ઘણી જગ્યાએ જોવા મળે છે. ચા માટે તે ગમે તેટલા પૈસા ખર્ચવા પણ તૈયાર હોય છે. અલગ-આલગ પ્રકારની ચા માટે રસિયા ઘણીએ જગ્યાએ જતા હોય છે.


ચાની લગભગ છ જાતો છે, સફેદ, પીળી, લીલી, ઉલોંગ, કાળી અને પુ.એર. જેમાં બજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગઅને કાળી છે. દરેક ચા એક જ ઝાડમાંથી બનાવવામાં આવે છે. પરંતુ જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે.કાળી ચા (મુખ્‍યત્‍વે ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ અને અન્‍ય પૂર્વ એશિયાઇ ભાષાઓમાં) અથવા દક્ષિણ આફ્રિકાના રૂઇબોસ છોડ (કેમેલીયા સીનેન્‍સીસ ન ધરાવતા)માંથી બનાવેલ રસને કહેવામાં આવે છે.


પરંતુ કાળી ચામાં દુધ અને ખાંડ ના હોવાને કારણે શરીરમાં ફેટ જામતો નથી. કાળી ચાના ઘણા ફાયદા છે.
જુઓ કાળી ચાના ફાયદા
દિવસમાં 3 વાર કાળી ચા પીવાથી બ્લડ પ્રેશરમાં કંટ્રોલ રહે છે.
હાડકા અને મોઢાના રોગો દુર કરવામાં કાળી ચા અત્યંત લાભદાયી છે.
કાળી ચા પીવાથી શરીરમાં ઉર્જા વધે છે અને પેટ હળવું થઇ જાય છે.
કાળી ચા પીવાથી 70 ટકા કેલેરી બર્ન થતા વજન ઓછું કરવામાં મદદ કરે છે.
બ્લેક ટીમાં લીંબુ નાંખીને પીવાથી માથાનો દુખાવાની સમસ્યામાં રાહત થાય છે.
કાળી ચા કેન્સર સેલ્સના ગ્રોથને ઓછો કરે છે
ટાઇપ-2નો ડાયાબીટીસ કાળી ચાથી કંટ્રોલ કરી શકાય છે.
શરીરમાં લોહીનો પ્રવાહ બ્લેક ટીથી જળવાઇ રહે છે.
જો તમને ઉપરની કોઈ પણ તકલીફ હોય તો આજથી કાળી ચાનું સેવન ચાલુ કરી દો.


You Might Also Like

0 comments

Popular Posts

Like us on Facebook

Flickr Images