સામગ્રી
250 ગ્રામ નૂડલ્સ1 લીટર પાણી
મીઠું સ્વાદાનુસાર
2 કેપ્સિકમ ઝીણા સમારેલા
2 ગાજર ઝીણા ખમણેલા
લસણ ઝીણુ સમારેલું
2 ચમચી સોયા સોસ
2 ચમચી વિનેગર
2 ચમચી મરી પાવડર
4 ડુંગળી લાંબી સમારેલી
1 કપ કોબી ઝીણી સમારેલી
તેલ જરૂર અનુસાર
રીત
સૌથી પહેલા પાણીને મીઠું નાખી તેને ઉકાળો અને તેમાં નૂડલ્સ બરાબર બાફી
લો. નૂડલ્સ બરાબર કુક થઈ જાય એટલે તેને ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં
રાખી સાઈડમાં મુકી દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા જ સમારેલા શાક
ઉમેરી અને 2 મિનિટ સાંતળો, ત્યારબાદ તેમાં સોયાસોસ અને વિનેગર ઉમેરો. બધી જ
સામગ્રી અને મસાલાને બરાબર હલાવી તેમાં નૂડલ્સ ઉમેરો અને 5 મિનિટ ફાસ્ટ
ગેસ પર સાંતળી ગરમાગરમ સર્વે કરો.